સ્ટાર ક્રિકેટર અભિષેક શર્માની રૂમર્ડ ગર્લફ્રેન્ડ છે ‘ફેશન ક્વીન’!

 ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનર અભિષેક શર્મા હાલમાં દુનિયાનો નંબર-1 T20 બેટ્સમેન છે. તેની ધમાકેદાર બેટિંગથી કરોડો ચાહકો મંત્રમુગ્ધ થયા છે. તાજેતરમાં તે 25 વર્ષનો થયો છે અને તેના જન્મદિવસે એક ખાસ નામ ચર્ચામાં રહ્યું – લૈલા ફૈઝલ.



કોણ છે લૈલા ફૈઝલ?

  • લૈલા ફૈઝલ એક મોડેલ અને લક્ઝરી ફેશન બ્રાન્ડ LRF (Laila Ruhi Faizal Designs) ની સ્થાપક છે.

  • લૈલાનો જન્મ દિલ્હીના એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો.

  • તેણે સ્કૂલિંગ DPS, આરકે પુરમ (દિલ્હી) માં કર્યું.

  • ઉચ્ચ શિક્ષણ માટે તે લંડનની કિંગ્સ કોલેજ ગઈ.

  • બાદમાં યુનિવર્સિટી ઓફ આર્ટ્સ, લંડનમાંથી ફેશન ડિઝાઈન, માર્કેટિંગ અને સ્ટાઈલિંગમાં કોર્સ કર્યો.

અફવાઓની શરૂઆત કેવી રીતે થઈ?

ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામે અભિષેક શર્માએ સદી ફટકારી ત્યારે લૈલાએ સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરી. એ પછીથી જ બંને વચ્ચે ડેટિંગની અફવાઓ શરૂ થઈ ગઈ.

શું સાચે જ રિલેશનમાં છે?

હાલ સુધીમાં અભિષેક શર્મા અને લૈલા ફૈઝલના રિલેશનની અધિકૃત પુષ્ટિ થઈ નથી. પરંતુ અહેવાલો અનુસાર લૈલા અભિષેકના જન્મદિવસ સેલિબ્રેશનમાં હાજરી આપી શકે છે.

Comments