NPCIનો મોટો નિર્ણય : હવે UPIથી ટેક્સ, લોન EMI અને રોકાણ માટે 10 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન શક્ય
ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ સતત નવી ઊંચાઈ સર કરી રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ યુપીઆઈ (UPI) દ્વારા થનારા મોટા વ્યવહારો માટેની ટ્રાન્ઝેક્શન લિમિટમાં મહત્વપૂર્ણ વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવા નિયમો 15 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે.
પહેલાની અને નવી મર્યાદા
અગાઉ ટેક્સ, વીમા પ્રીમિયમ, લોનની EMI અથવા શેરબજારમાં રોકાણ જેવા વ્યવહારો માટે માત્ર રૂપિયા 1 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન જ શક્ય હતું. હવે નવા નિયમ મુજબ :
પ્રતિ ટ્રાન્ઝેક્શન લિમિટ : 5 લાખ રૂપિયા
24 કલાકની અંદર લિમિટ : 10 લાખ રૂપિયા
આ નિર્ણય ખાસ કરીને 15 સપ્ટેમ્બરે આવતી ટેક્સ ભરવાની ડેડલાઇનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
નવા નિયમ ક્યા ટ્રાન્ઝેક્શનમાં લાગુ પડશે?
આ ફેરફાર માત્ર Person to Merchant (P2M) ટ્રાન્ઝેક્શન માટે જ લાગુ પડશે. એટલે કે વ્યક્તિ કોઈ વેરિફાઈડ બિઝનેસ એકાઉન્ટ (જેમાં વીમા કંપની, બ્રોકરેજ ફર્મ, ટેક્સ પોર્ટલ અથવા બેંકો આવે છે)માં જ આ લિમિટ હેઠળ પેમેન્ટ કરી શકશે.
👉 Person to Person (P2P) ટ્રાન્ઝેક્શન લિમિટ યથાવત્ 1 લાખ રૂપિયા જ રહેશે.
કેટેગરી પ્રમાણે નવી લિમિટ
1. ટેક્સ ચૂકવણી, લોન EMI અને B2B કલેક્શન :
પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂપિયા
24 કલાકમાં 10 લાખ રૂપિયા
2. વીમા અને કેપિટલ માર્કેટ (ઇન્સ્યોરન્સ/શેરબજાર રોકાણ) :
અગાઉ 2 લાખ લિમિટ → હવે 5 લાખ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન
24 કલાકમાં 10 લાખ રૂપિયા
3. ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ :
અગાઉ 2 લાખ લિમિટ → હવે 5 લાખ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન
24 કલાકમાં 10 લાખ રૂપિયા
4. ફોરેક્સ અને FD (વિદેશી મુદ્રા, ડિજિટલ એકાઉન્ટ, FD) :
પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂપિયાની મંજૂરી
બેંકોની છૂટછાટ
NPCIએ તમામ બેંકો, પેમેન્ટ એપ્સ અને સર્વિસ પ્રોવાઇડર્સને આ નિયમ અમલમાં મુકવા સૂચના આપી છે. જોકે, બેંકોને તેમની આંતરિક પોલિસી મુજબ અમુક લિમિટ નક્કી કરવાની છૂટ પણ આપવામાં આવી છે. એટલે કેટલીક બેંકોમાં આ નિયમ તાત્કાલિક લાગુ નહીં પણ થોડા સમય બાદ અમલમાં આવી શકે છે.
Comments
Post a Comment