કિંજલ દવેને ‘ચાર-ચાર બંગડીવાળું’ ગીત ગાવા પર પ્રતિબંધ યથાવત્
ગુજરાત હાઇકોર્ટએ લોકપ્રિય ગાયિકા કિંજલ દવે ને ઝટકો આપ્યો છે. કોપીરાઇટ વિવાદને કારણે, હાઇકોર્ટએ જાહેર મંચ પર ‘ચાર-ચાર બંગડીવાળું’ ગીત ગાવા પરનો સ્ટે 7 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. શું છે મામલો? 2019માં રેડ રિબન એન્ટરટેઈનમેન્ટે કિંજલ દવે, આરડીસી મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે કોપીરાઇટ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. કંપનીએ દાવો કર્યો હતો કે આ ગીતના કોપીરાઇટ તેઓએ મૂળ સર્જક કાર્તિક પટેલ પાસેથી ખરીદ્યા છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, કિંજલ દવેએ ગીતની નકલ કરી અને યુટ્યુબ પર રિલીઝ કર્યું હતું. બાદમાં કોર્ટએ 30 જાન્યુઆરી 2024થી આ ગીત પરફોર્મ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે હાઇકોર્ટએ ફરી સ્ટે લંબાવતા, આવનારી નવરાત્રિમાં કિંજલ દવે આ ગીત જાહેર મંચ પર ગાઈ શકશે નહીં.
.jpg)